શિક્ષણનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવતા ધારાસભ્ય દુષ્યંત પટેલ
ભરૂચ ના દાંડિયા બજાર ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના ધોરણ 1 થી 8 ના વર્ગો તેમજ આંગણવાડી ના મકાન નું અંદાજિત 40 લાખ ના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું છે.જે શાળાનું લોકાર્પણ ધારાસભ્ય દુષ્યંત પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.
દહેજ ની હિન્ડાલકો ઇન્ડ.લી.સહયોગ થી આ શાળા નું નવનિર્માણ કરવામાં આવ્યુ છે.જે શાળા ની લોકાર્પણ વિઘી તારીખ 21મી જુલાઈ ના રોજ યોજાઈ હતી.આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલ,નગર પાલિકા ના ઉપપ્રમુખ પ્રફુલ્લા દૂધવાલા,ચીફ ઓફિસર કેતન વાનાણી,નર્મદા ચેનલ ના ડાયરેક્ટર નરેશ ઠક્કર,હરીશ જોષી,શાસનાધિકારી અલ્પાબેન,દહેજ બિરલા કોપર યુનિટ ના અધિકારી એચ.આર.પટેલ સહિત ના આગેવાનો,શાળા ના શિક્ષકો,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર શિક્ષણ નો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી દહેજની કંપની નો આ પ્રસંગે આભાર વ્યક્ત કર્યો હતો.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/f1a6f3f2-9d1d-4df5-83f4-79404b064961-1024x683.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/Cny_11IXYAA-nZ6-1024x683.jpg)