કેન્દ્ર સરકાર દ્વારા દેશના રેલવે સ્ટેશનો પર સુરક્ષા પુરી પાડવા માટેના પ્રયત્નો થઇ રહ્યા છે. રેલવે મંત્રાલય પણ તે દિશામાં ઝડપથી કાર્યવાહી કરી રહી છે.
ભારતીય રેલવે મંત્રાલય દ્વારા નિર્ભયા ફંડમાંથી દેશના 344 રેલવે સ્ટેશનોએ સીસીટીવી કેમેરા અને કુલ 1000 સ્ટેશનોએ વીડિયો સર્વિલન્સ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે.
1000 રેલવે સ્ટેશનો પર વીડિયો સર્વિલન્સ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો અંદાજીત ખર્ચ 500 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે. સરકાર ચાલુ નાણાંકીય વર્ષ માટે સીસીટીવી સિસ્ટમ માટે વધારાના 54.91 કરોડ ખર્ચશે. આ અંગેની માહિતી 22મી તારીખે રાજ્યસભામાં આપવામાં આવી હતી.
નોંધનીય છે કે ત્રાસવાદીઓ વધારે ભીડવાળા સ્થળે જ હુમલાઓ કરતા હોય છે. જ્યારે રેલવે સ્ટેશનો પર ભીડ સૌથી વધારે જોવા મળે છે. તેથી, રેલવે સ્ટેશનોની સુરક્ષા ખૂબ જ મહત્વની બની જાય છે.
