બોલિવૂડની અન્ય અભિનેત્રીઓની જેમ સન્ની લિયોનીએ પણ ગાવાનું શરૂ કર્યું છે. પણ જો તમારી ધારણા એવી હોય કે સન્ની સિંગર બની ગઇ છે તો તે ખોટી છે. હકિકતમાં તાજેતરમાં મુંબઇ ખાતે પ્રો કબડ્ડી લીગમાં સન્નીએ રાષ્ટ્રગાન ગાયું હતું.
રાષ્ટ્રગાન ગાયા પછી સન્નીએ પત્રકારોને જણાવ્યું હતું કે તે રાષ્ટ્રગાન ગાતી વખતે ઘણો ગર્વ મહેસૂસ કરી રહી હતી. જોકે થોડી નર્વસ પણ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન વિરુદ્ધ પણ આવી ફરિયાદ નોંધવામાં આવી હતી.
