4 વર્ષ થી બાંધકામ ની ફાઈલ ક્લિયર ન થતા ત્રસ્ત થઈને નગર પાલિકામાં શરીર પર કેરોસીન છાંટ્યું,અધિકારીઓ ની સમજાવટ બાદ મામલો થાળે પડયો
ભરૂચ માં નગરપાલિકા માં એક બિલ્ડર દ્વારા બાંધકામ ની પરમિશન ન મળતા આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો,જેના કારણે પાલિકા તંત્ર માં દોડધામ મચી ગઈ હતી.
ભરૂચ ના કતોપોર બજાર ખાતે આવેલ કાનુગાવાડ મહોલ્લા માં રહેતા મેહબૂબ ખાન ઈબ્રાહીમ ખાન કાપડિયા પત્ની અને બે બાળકો સાથે રહે છે.વર્ષ 2012 માં તેઓએ જયારે બૌડા ની રચના થઇ ન હતી ત્યાર થી બાંધકામ માટે ની ફાઈલ નગરપાલિકા માં મંજૂરી માટે મૂકી હતી.પરંતુ તેનું કોઈજ નિરાકરણ ન આવતા તેઓ માનસિક રીતે હેરાન થઇ ગયા હતા.
મેહબૂબ ખાને પત્રકારો ને જણાવ્યું હતું કે નગરપાલિકા ના અધિકારીઓ બૌડા વિભાગ,સીટીસર્વે ની કચેરી,કલેક્ટર કચેરી માં છેલ્લા 4 વર્ષ થી ધક્કા ખવડાવે છે.જેના થી ત્રસ્ત થઇ જઈને પોતાના પરિવાર સાથે નગરપાલિકા માં આવી શરીર પર કેરોસીન છાંટીને આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો.
જોકે બિલ્ડર મેહબૂબખાન ના આ પ્રયાસ થી પાલિકા ના અધિકારીઓ દોડી આવી ને તેઓને સમજાવ્યા હતા અને આખો મામલો થાળે પડતા તંત્ર એ રાહત નો શ્વાસ લીધો હતો.અને ભરૂચ પોલીસે પણ મધ્યસ્થીની ભૂમિકા ભજવી ને એક મોટી જાનહાની થતા અટકાવી હતી.
મેહબૂબખાને વધુમાં જણાવ્યું હતું કે 4 વર્ષ થી બાંધકામ માટે ની ફાઈલ ક્લિયર ન થતા લાખો રૂપિયાનું વ્યાજ તેઓ ભરી રહ્યા છે,અને અંગત અદાવત કે ભ્રષ્ટાચાર ના આશય થી મને 4 વર્ષ થી હેરાન કરવામાં આવી રહ્યો હોવાનું પણ તેઓ કહી રહ્યા છે.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/9904ba8b-3167-4d79-97ab-79528443dcbd-1024x576.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/5750cfbd-4d99-4b18-9c12-909941994975-1024x576.jpg)