કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ વૃક્ષા રોપણ કર્યું

ભરૂચ જિલ્લા કક્ષા નો વન મહોત્સવ નાહિયેર ખાતે રાજ્યના કાયદા અને ન્યાયતંત્રના મંત્રી પ્રદીપસિંહ જાડેજા ની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો.

ભરૂચ ના સામાજિક વની કરણ,શ્રી સ્વામી નારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ (ગુરુકુળ)નાહિયેર તથા ગ્રામ પંચાયત નાહિયેર ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષા નો વન મહોત્સવ યોજાયો હતો.આ પ્રસંગે મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ પણ વૃક્ષા રોપાણ કર્યું હતું.

unnamed (1)

કાર્યક્રમ માં ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ,તાલુકા પંચાયત આમોદ ના પ્રમુખ વિલાસબેન રાજુ,જંબુસર ના તાલૂકા પંચાયત પ્રમુખ જયાબેન પઢીયાર સહિતના આમંત્રિતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ માં આ પ્રસંગે વન વિભાગે વ્યક્તિગત યોજનાઓ ના પ્રગતિશીલ ખેડૂતો ને શાલ ઓઢાડી અને પ્રશસ્તિપત્ર મંત્રી જાડેજા ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.ઉપરાંત મગણાદ ગામ ના સોમાભાઈ બહેચરભાઈ નું મગરના હુમલા માં મૃત્યુ થતા તેમના વારસદાર ને 1.50 લાખ નો સહાય ચેક પણ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ના હસ્તે એનાયત કરાયો હતો.