ગાયને પ્લાસ્ટિક ખાતી અટકાવવી એ પણ ગૌસેવા જ છે, જણાવતા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ઇંદિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજીત ટાઉનહોલ કાર્યક્રમ દરમિયાન દેશમાં કહેવાતા ગૌરક્ષકો પર આકરા પ્રહારો કર્યા હતા.
મોદીએ કહ્યું હતું કે જો તમે હકિકતમાં ગૌરક્ષક છો તો ગાયોને પ્લાસ્ટિક ખાતા અટકાવો. કપાવાથી જેટલી ગાયો મરતી નથી તેટલી પ્લાસ્ટિક ખાવાથી મરે છે.
તેમણે ઉમેર્યું હતું કે ગૌરક્ષાના નામે દુકાનો ચલાવનારા લોકો પર મને ગુસ્સો આવે છે. આ પ્રસંગે મોદીએ ગામડાંઓની રક્ષા કરવા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગામડાઓને ખતમ ન કરવા જોઇએ. આત્મા ગામડાની અને સુવિધા શહેરની હોવી જોઇએ. ટાઉનહોલ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદીએ પીએમઓ એપ પણ લોન્ચ કરી હતી.
PMO એપ બનાવનાર છ યુવા પ્રતિભાઓનું સન્માન પણ મોદીએ કર્યું હતું. તેમજ મન કી બાતમાં સારા મંતવ્યો આપનાર લોકોને પણ તેઓ મળ્યા હતા. સામાન્ય રીતે ટાઉનહોલ કોર્પોરેટ સેક્ટરો જ કરતા હોય છે ત્યારે આ પ્રથમ વડાપ્રધાન છે કે જેમણે ટાઉનહોલ કરીને લોકોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. ઉપરાંત સ્વચ્છ ભારત મિશનને લોક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમજ દેશનો વિકાસ લોક ભાગીદારી થકી જ શક્ય હોવાનું મોદીએ જણાવ્યું હતું.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/CpLHgQrXgAAUX_Y-300x300.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/CpLKVfHXYAA-JFm-300x300.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/CpLIFEKWcAA6XYt-300x300.jpg)