CM વિજય રૂપાણી એ દર્શન કરીને બાપા ની આરતી ઉતારી

બોચાસણવાસી શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના વડા પ.પૂ.શ્રી પ્રમુખ સ્વામી મહારાજ તારીખ 13મી ઓગષ્ટ ના રોજ સાંજે બ્રહ્મલીન થતા હરિભક્તો માં ઘેરા શોક ની લાગણી પ્રસરી ગઈ છે.બાપા ના અંતિમ દર્શન અર્થે વિશેષ વ્યવસ્થા ગોઠવવા માં આવી છે.

swami 4

સાળંગપુર માં બાપા ના અંતિમ દર્શન માટે સંતો દ્વારા બાપા ના નશ્વર દેહ ને પાલખી માં બિરાજમાન કરીને મંદિર પરિસર ના સભા મંડપ થઈ ને મેદાન માં લાવવામાં આવ્યો હતો.હજારો હરિભક્તો એ બાપા ના અંતિમ દર્શન કરીને કૃતાર્થ થયા હતા,અને અશ્રુભીની આંખે જીવનની સાચી રાહ બતાવનાર એક પ્રેણામૂર્તિ ને ગુમાવવાની લાગણી પણ હરિભક્તો માં જોવા મળી છે.

તારીખ 14મી ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ ના અંતિમ દર્શન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આવ્યા સાળંગપુર આવ્યા હતા.તેઓએ બાપા ના અંતિમ દર્શન કરીને આરતી પણ ઉતારી હતી.તેઓએ જણાવ્યુ હતું કે બાપા ના અંતિમ દર્શન માટે આવનાર હરિભક્તો ને કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે,આ ઘડીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્વર્ગ માંથી પણ બાપા ના આશીર્વાદ મળશે અને ગુજરાતને બાપાની ખોટ સદા સાલશે.

swami 3

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામી મહારાજ નિધન ને ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.જયારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ,કર્ણાટક ના રાજ્યપાલ વજુભાઇ વાળા,વિધાન સભા કોંગ્રેસ ના વિરોધ પક્ષ ના નેતા શંકરસિંહ વાઘેલા એ પણ બાપાને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.

swami 2

સંત સમુદાય,મોરારી બાપુ,બાબા રામદેવ એ પણ પ્રમુખ મહારાજ ના અવસાન પ્રસંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

જયારે કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભા ના સાંસદ અહેમદ પટેલે પણ પ્રમુખ સ્વામી ના નિધન થી ઘેરા શોક ની લાગણી વ્યક્ત કરી છે.

બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ ની અંતિમ વિધિ તારીખ 17મી ના રોજ બપોરે 3 કલાકે કરવામાં આવશે.