Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર ખાતે નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો 

ગાંધીનગર ખાતે નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો 
X

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ નો અભિવાદન સમારોહ ગાંધીનગર ના પ્રેક્ષા ભારતી ખાતે યોજાયો હતો.

ભાવનગર ના ધારાસભ્ય અને લેઉવા પાટીદાર સમાજ ના જીતુભાઈ વાઘાણીને ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ત્યારે તેઓનુ સત્કાર કરવા માટે ભાજપ દ્વારા એક સમારંભ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા,ગુજરાત પ્રભારી દિનેશ શર્મા,મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા,મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ,ભાજપના હોદ્દેદારો,સભ્યો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,CM વિજય રૂપાણી,નાયબ CM નીતિન પટેલ દ્વારા નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ને ફૂલનો હાર પહેરાવીને અભિવાદન કર્યું હતુ.આ પ્રસંગે અમિત શાહ એ સંબોધન કરીને કેન્દ્ર સરકાર ની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે ની માહિતી આપી હતી અને કાર્યકર્તાઓ માં નવો જોમ અને જુસ્સો લાવવાનો પ્રયાસ કર્યો હતો.

Next Story