ભરૂચ ખાતે શ્રમિક કામદાર કલ્યાણ સંઘ દ્વારા કામદાર બચાવો મહારેલી યોજવામાં આવી હતી,અને કામદારો ને તેઓના હક્ક મળે તે માટે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/bharuch-2-1024x576.jpeg)
શ્રમિક કામદાર કલ્યાણ સંઘ ના પ્રમુખ ડી.સી.સોલંકી ના અધ્યક્ષતા હેઠળ યોજાયેલ મહારેલીમાં મોટી સંખ્યામાં કામદારો જોડાયા હતા.અને આ રેલી ભરૂચ શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસેથી શરુ થઇ હતી તેમજ કલેક્ટર કચેરી ખાતે રેલી સંપન્ન થઇ હતી.
રેલી બાદ એક આવેદન પત્ર પણ કલેકટરને સંબોધીને આપવામાં આવ્યુ હતુ.જેમાં કામદારોના મહત્વના પ્રશ્નો અને સમસ્યાઓ ના નિરાકરણ નો ઉલ્લેખ કરી ને કામદારોનું શોષણ બંધ થાય તેમજ તેઓને યોગ્ય વેતન ચુકવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
