Connect Gujarat
ગુજરાત

સુરત વેન્ચ્યુરા એર ક્નેક્ટિવિટી ના દ્વારા હવાઈ મુસાફરીના ભાડા માં કરાયો ઘટાડો

સુરત વેન્ચ્યુરા એર ક્નેક્ટિવિટી ના દ્વારા હવાઈ મુસાફરીના ભાડા માં કરાયો ઘટાડો
X

રાજ્યની એકમાત્ર વેન્ચ્યુરા એર કનેક્ટિવિટિ દ્વારા મુસાફરો માટે એક સારા સમાચારની જાહેરાત કરવામાં આવી છે. સુરતથી સમગ્ર રાજ્યમાં પ્રવાસ કરતાં મુસાફરોને ધ્યાનમાં રાખીને હવાઈ મુસાફરીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી સુરતથી ભાવનગર અને રાજકોટ જતાં મુસાફરોને તેનો લાભ મળશે.

રાજ્યના સુરતથી ભાવનગર અને રાજકોટ ચાલતી ફ્લાઈટને હવે સુરતથી અમદાવાદ અને કંડલા પણ હવાઈ યાત્રાની શરૂઆત પણ કરવામાં આવી છે.આ સિવાય રાજ્યના અન્ય એરપોર્ટ પર પણ ફ્લાઈટ ઉડાવવાનો પ્લાન હોવાનું વેન્ચ્યુરા એર કનેક્ટના ઈશ્વરભાઈ ધોળકીયા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

વેન્ચ્યુરા એર કનેક્ટિવિટી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી કે, આજથી સુરતથી ભાવનગર સહિતની ફ્લાઈટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ત્રણ ટીકિટના ભાવ 3 હજાર અને ત્યારપછીની 3ના 3500 એ પ્રમાણે સ્કિમ મુકવામાં આવી છે. આ સિવાય ગૃપ બુકીંગમાં ડિસ્કાઉન્ટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

વેન્ચ્યુરા એર કનેક્ટિવિટીએ ગુજરાત સરકાર સાથે કરેલા કરાર મુજબ સમયાંતરે વધુને વધુ શહેરોનું જોડાણ થશે. સેસના ગ્રાન્ડ કારવાન 208Bમાં 9 મુસાફરો અને 2 પાઈલોટ પ્રવાસ કરી શકે તેવી સુવિધાઓ છે. એરપોર્ટ ઓથોરિટીના સારા સહકાર સાથે ચાલતી સેવામાં મુસાફરો ઓછો સમયમાં લાંબો પ્રવાસનો આનંદ ઉઠાવે રહ્યા છે.

Next Story