સામગ્રીઃ

– અડધી ચમચી જીરું

– 1 ચમચી તેલ

– 1 ચમચી લસણની પેસ્ટ

– 1 ઝીણી સમારેલી ડુંગળી

– 1 ઝીણું સમારેલુ ટામેટું

– 1 ચમચી લાલ મરચું

– ½ ચમચી ગરમ મસાલો

– 1 ચમચી ધાણા જીરું

– ¼ ચમચી હળદર

– 2 કપ બાફેલા શાકભાજી( બટાકા, ગાજર, વટાણા, ફ્લાવર)

– 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર

– સ્વાદાનુસાર મીઠું

– એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખવું. જીરું તતડી જાય ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ નાંખવી.

– ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી નાંખવી. તેને સાંતળવી.

– ડુંગળી ગુલાબી રંગની થાય ત્યારે તેમાં ઝીણા સમારેલા ટામેટાં, હળદર અને મીઠું નાંખવું.

– ત્યારબાદ તેમાં લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો નાંખવો.

– આ ગ્રેવીને થોડીવાર ચઢવા દેવી.

– ગ્રેવી તૈયાર થઇ જાય પછી તેમાં બાફેલા મિક્સ શાકભાજી( બટાકા, વટાણા, ગાજર, ફ્લાવર) નાંખવા.

– અડધો કપ પાણી રેડીને ચઢવા દેવું.

– મિક્સ વેજીટેબલ તૈયાર છે.

– કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું.