Connect Gujarat
દુનિયા

મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ અદહાની ઉજવણી

મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ અદહાની ઉજવણી
X

દેશ વિદેશમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ અદહાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. બકરી ઈદના પ્રસંગે સવારે મુસ્લિમ બિરાદરોએ વિવિધ મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી હતી અને ત્યારબાદ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી.

unnamed-6

મુસ્લિમ બિરાદરો દ્વારા વર્ષમાં બે ઈદની ઉજવણી કરવામાં આવે છે. જેમાં એક મીઠી ઈદ એટલે કે રમઝાન ઈદ કે જે મીઠાશ અને પ્યાર ભાઈચારાનો સંદેશ આપે છે. જયારે ઈદુલ અદહા (બકરી ઈદ)નો તહેવાર ત્યાગ અને બલિદાનનો પર્વ છે.

unnamed-8

મુસ્લિમ બિરાદરોને હિન્દુ સમાજના લોકો દ્વારા પણ ઈદની શુભેચ્છા પાઠવવામાં આવતા ભાઈચારા અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો.

Next Story