સેંકડો પ્રતિમાઓ નું સફળતા પૂર્વક કરાયુ વિસર્જન
ભરૂચ જિલ્લાભર માં વિઘ્નહર્તા દેવના વિદાય પ્રસંગે સેંકડો પ્રતિમાઓ નું સફળતા પૂર્વક વિસર્જન કરવામાં આવ્યુ હતુ.અને સાંજના સમયે મેઘરાજા પણ વિસર્જન યાત્રામાં જોડાતા ભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/Bharuch-visarjan-300x169.jpeg)
ભરૂચ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ ગણેશ મંડળો દ્વારા વિસર્જન યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી.અને આ યાત્રાને પોલીસ દ્વારા સુરક્ષા કવચ પૂરુ પાડવામાં આવ્યુ હતુ.ઝાડેશ્વર ના નિલકંઠધામ નર્મદા નદી,કુત્રિમ કુંડ ઉપરાંત ભાડભૂત ખાતે સેંકડો પ્રતિમા નું સફળતા પૂર્વક વિસર્જન કરવામાં આવ્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/Ankleshwar-photo-300x225.jpeg)
જયારે અંકલેશ્વર ખાતે નવા બોરભાઠા ના જળકુંડ,જીઆઇડીસી ના ડિપીએમસી ખાતે કૃતિમ કુંડ સહિત નર્મદા નદી ના દક્ષિણ છેડે ગોલ્ડન બ્રિજ ખાતે વિશાળ ક્રેઈન ની મદદ થી નદીના પાણીમાં ગણપતિ ગજાનંદ મહારાજની મૂર્તિઓ નું વિસર્જન કરીને ભક્તોએ ભાવભરી વિદાય આપી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/Jhagadia-photo-300x169.jpeg)
આ ઉપરાંત ઝગડીયા ખાતે પણ નર્મદા નદીના જળ માં ભક્તો દ્વારા ભારે હૈયે વિઘ્નહર્તા દેવની પ્રતિમાઓ નું વિસર્જન કરવામાં આવ્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/Palej-photo-300x169.jpg)
જયારે પાલેજ માં પણ વરસાદી માહોલ સાથે ભક્તોએ શ્રીજી બાપ્પા ને ભાવભરી વિદાય આપી હતી.અને ગણેશજી ની શાહી વિદાય સવારીએ લોકોમાં આકર્ષણ જગાવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે વિસર્જન ના અંતિમ સમય એટલે કે સાંજના સમયે અચાનક વરસાદ વરસતા ગણપતિની પ્રતિમા ને વરસાદથી બચાવવા ની પળોજણ કરવી પડી હતી,જોકે ઝાપટા રૂપી વરસાદ પણ ભક્તોનો ઉત્સાહ ઓછો કરી શક્યો નહતો.
