ભરૂચ ના લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં આવેલ શ્રી અંબિકા જવેલર્સમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ઘટના અંગેની જાણ થતા A ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો, અને ચોરીમાં સોના ચાંદીના કિંમતી ઘરેણાની ચોરી થઇ હોવાનુ જાણવા મળે છે. હાલ પોલીસ ઘટના અંગે ની તપાસ કરી રહી છે.