Connect Gujarat
ગુજરાત

રાજકોટ વાસીઓએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

રાજકોટ વાસીઓએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા
X

રાષ્ટ્રરપિતા મહાત્મા ગાંધીજીના જન્મજયંતી પ્રસંગે રાજકોટવાસીઓમાં સ્વચ્છતા અંગેની જાગૃતતા લાવવા માટે ઘર ઘરમાં લોકપ્રિય બનેલી ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીમ મહેમાન બની હતી, અને સફાઈ અભિયાનમાં તેના કલાકારો જોડાયા હતા.

રાજકોટ મહાનગર પાલિકા અને મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ દ્વારા 10 કિમી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. આ અભિયાનને આવનારા દિવસોમાં લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળે તેવી શક્યતા ઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા 24 કલાક નોન સ્ટોપ સફાઈ અભિયાન પણ છેડવામાં આવ્યુ છે. જે મધ્યરાત્રિ થી શરુ કરવામાં આવ્યુ હતુ.

રાજકોટના કિશાનપરા ચોક ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીમે હોંશે હોંશે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. તેમજ સ્વચ્છતા અંગે લોક જાગૃતતા અર્થે લોકોને સંદેશો પણ પાઠવ્યો હતો.

આ પ્રસંગે તારક મહેતા કે ઉલ્ટા ચશ્માના એકમેવ સેક્રેટરી આત્મા રામ ભીંડે, પોપટલાલ, ધારાવાહિકના પ્રોડયુસર અસિત મોદી સહિત ટપુસેનના સહિત રાજકોટના પોલીસ અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story