ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

પોલીસ દ્વારા આયોજન કરાયુ

રથયાત્રાને લઈ આયોજન

શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ફ્લેગમાર્ચનું પણ આયોજન

ભરૂચમાં અષાઢી બીજના રોજ ત્રણ સ્થળેથી નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ સતર્ક બન્યું છે.પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક તેમજ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતુ

ભરૂચમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના ત્રણ અલગ-અલગ સ્થળોથી નીકળશે. રથયાત્રાના પર્વને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે.જાહેર સ્થળોએ કડક ચેકિંગ હાથ ધર્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકે ડી.વાય.એસ.પી. સી. કે. પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન કોમી સૌહાર્દ જળવાઈ રહે અને પર્વની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.