વરસાદ માં પુર પ્રકોપ ને પહોંચીવળવા જવાનો અલર્ટ

વરસાદની મોસમ હવે દસ્તક દેવાની તૈયારીમાં છે, ત્યારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એ પૂર પ્રકોપને પહોંચીવળવા માટે ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભૂતકાળ ની વરસાદ ની આફતોને ધ્યાન માં રાખીને પાણી પહેલા પાળ બાંધવાની યુક્તિ અનુસરવામાં આવી રહી છે.જે સ્થળોએ વરસાદ કેર વર્તાવે છે તે સ્થળો પર વધુ સાવચેતી રાખવા માટે ની સૂચનાઓ આપવામાં આવી રહી છે.

NDRF એ ઉતરાખંડ માં દેહરાદુન,અલમોડા,રુદ્ર પ્રયોગ અને ઉતરકાશીમાં તેમજ આસામ માં કમી મગજ,ઝારખંડમાં રાજધાની રાંચી અને ઉત્તરપ્રદેશ માં ગોરખપુર માં પોતાની ટીમો તેનાત કરી છે.NDRF નાં કુલ 1000 થી વધુ કર્મચારીઓને 100 નૌકાઓ સહિત સુરક્ષા નાં સાધનો સાથે એલર્ટ રાખવામાં આવ્યા છે.

ac63cddf-5337-4644-b864-d61d38892eb8

જયારે દેશના વિવિધ રાજ્યો આસામ,ઓડીશા,આંદમાન,નિકોબાર ટાપુ,તામિલનાડુ,મહારાષ્ટ્ર,રાજસ્થાન,દિલ્હી,બિહાર,તેલંગના,કર્ણાટક,આંધ્રપ્રદેશ,મધ્યપ્રદેશમાં NDRF ની ટીમો કાયમી સ્વરૂપે તહેનાત છે અને તેઓને એલર્ટ રહેવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આફત આવે ત્યારબાદ બચાવ કામગીરી કરવામાં આવતી હતી પરંતુ પ્રથમ વખત કુદરતી હોનારત ને માત આપવા માટે અગમ ચેતીના પગલા ભરવામાં આવ્યા છે.