ભ્રષ્ટાચારી,ખનીજ ચોરી અને ખંડણી ખોરો અંગે ના સ્થાનિક લોકો ને કનડગતા ગંભીર પ્રશ્નોના મુદ્દે મનસુખ વસાવાનું તીખું વલણ
ભરૂચ જીલ્લા ના નેત્રંગ અને વાલિયા તાલુકાના લોકો ની ગંભીર સમસ્યાના નિરાકરણ અર્થે કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા એ સ્થાનિક નાગરિકો સાથે બેઠક યોજી હતી.
કેન્દ્રીય આદિજાતિ વિકાસ મંત્રી મનસુખ વસાવા એ નેત્રંગ ખાતે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજી હતી,જેમાં સ્થાનિક નાગરિકો ના ગંભીર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ખાસ કરીને કેન્દ્રીય મંત્રી સમક્ષ ખેડૂતો માટે સિંચાઈ,રસ્તા,શિક્ષણ,આરોગ્ય,ટ્ રાઇબલ વિસ્તાર માં આદિવાસી દીકરીઓ ને પટાવી ફોસલાવી ને બીજા જીલ્લા ઓ મા દલાલો દ્વારા વેચી મારવા ના મુદ્દે તેમજ ખેડૂતો ની જમીન માટે હેરાનગતિ કરી ને ખંડણી માંગવા ના પ્રશ્નનો ઉપરાંત શિક્ષકો ને સરકાર દ્વારા પૂરતી સુવિધા આપવા છતાં શિક્ષણ નું સ્તર તદ્દન નીચું ગયું હોવા સહિત ની રજુઆત કરવામાં આવી હતી.
મનસુખ વસાવા એ તમામ મુદ્દે આગેવાનો અને કાર્યકર્તાઓ ની રજુઆત સાંભળી ને તેના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેવાનું જણાવ્યું હતું,અને ખોટા લોકો ને ભ્રષ્ટાચારી ઓ,ખનીજ ચોરો તેમજ ખંડણી ખોરો અંગે તેઓ એ તીખી પ્રતિક્રિયા આપીને આવા તત્વો સામે જવાબદાર વિભાગમાં ફરિયાદ કરો અને જો અધિકારીઓ આ સંદર્ભે કોઈ કાર્યવાહી ન કરે તો તેઓ કડક કાર્યવાહી કરશે તેવું આશ્વાસન આપ્યું હતું,જ્યારે આદિવાસી દીકરીઓ સંદર્ભે તેઓના મા બાપ ને જાગૃત રહેવા અને કોઈ પણ ખોટી પ્રવુતિ સામે તેઓને જેતે સમયે ધ્યાન દોરવા નું સૂચન પણ કેન્દ્રીય મંત્રી એ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નેત્રંગ ના ખેડૂતો એ ખંડણી ખોરો ના ત્રાસ અંગે ભરૂચ જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પણ આપ્યું હતું અને ન્યાય ની માંગણી કરી હતી.
/connect-gujarat/media/post_attachments/efa8b28e7eaf5afbcf1614a16db359fa0e5fe5c0413ca37158a1de96c6c3c9be.gif)

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/w12.png)