ભરૂચ જીલ્લા માં વસતા સૌરાષ્ટ્ર ના આહીર સમાજ દ્વારા 11માં સ્નેહમિલન નું આયોજન અંકલેશ્વર જીઆઇડીસી ના ડાયમંડ થિયેટર માં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વડોદરાના મહાનગર પાલિકા ના મેયર ભરત ડાંગર,જામખંભાળીયા ના ધારાસભ્ય મેરામણ ગોરીયા,ડભોઇ ના અધિક કલેક્ટર લાલજી બાંભણીયા,તાપી-વ્યારા ના ડેપ્યુટી કલેક્ટર અશોક કલસરિયા,પાલેજ ના પોલીસ ઇન્સ્પેક્ટર કરમુર,સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસબાપુ આહીર,માલસર કચ્છી આશ્રમ ના ટ્રસ્ટી આલાબાપા આહીર,સાજણભાઈ આહીર સહિત સમાજ ના આગેવાનો,સભ્યો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સમાજ ના તેજસ્વી તારલાઓ ને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ઉપરાંત સમાજના લોકોને સંગઠિત રહીને બાળકો ના ઉચ્ચ અભ્યાસ સહિત વિવિધ ક્ષેત્રે મદદરૂપ થવા માટે ઉપસ્થિત આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/75c60840-04c8-4347-a773-66675150bc55.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/07/6c6f3290-7d0f-427c-a508-9823c430c74f.jpg)