બોલિવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનને યુ.એસના એરપોર્ટ પર ફરી ડિટેઇન કરવામાં આવ્યો છે. છેલ્લા સાત વર્ષમાં ત્રીજીવાર એવું બન્યુ છે કે અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા શાહરૂખને ત્યાંના એરપોર્ટ પર અટકાવવામાં આવ્યો હોય. શાહરૂખે ખુદ ટ્વિટ કરીને આ અંગે જાણ કરી હતી.
શાહરૂખે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સુરક્ષા માટે સમગ્ર વિશ્વમાં જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેને સમજી શકું છું અને તેનો આદર પણ કરું છું. પરંતુ દર વખતે અમેરિકામાં જ આ રીતે અટકાવવામાં આવતા તકલીફ થાય છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/1-3.png)
વધુમાં તેણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે વેઇટિંગ દરમિયાન સારી બાબત એ રહી કે આ સમયમાં ઘણાં બધા સારા પોકમોન પકડી લીધા.
આ ઘટનાથી શાહરૂખના પ્રશંસકો ઘણાં ગુસ્સે થયા હતા અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/2-1.png)
ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2009 અને 2012માં પણ શાહરૂખને અમેરિકાના એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/3-1.png)
