તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઇ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભારે વરસાદના કારણે ઉચ્છલ-બેલધા રેલવે ફાટક નજીક ભડભૂંજા અને ગાંધીનગર વચ્ચે સુરત-ધૂલિયા હાઇ વે પર પાણી ભરાઇ જતા વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો.

tapi-2

એક કલાક બાદ ભારે જહેમદ બાદ પાણીનો નિકાલ કરાયો હતો અને પાણીના નિકાલ થયા બાદ હાઇ વેનો વ્યવહાર યથાવત થયો હતો.

હાઇ વે પર બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી હતી. જિલ્લાનો સૌથી વધુ વરસાદ માંગરોળમાં 2 ઇંચ નોંધાયો હતો. જ્યારે સુરતમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.