ભરૂચ સિવિલ હોસ્પીટલ ની વહીવટી કચેરીમાં તારીખ 1 એપ્રિલ ના રોજ સવારે કર્મચારીઓ દ્વારા કચેરી ખોલવામાં આવતા છત નો સ્લેબ તૂટીને પડેલો જોવા મળ્યો હતો.

download (1)

ભરૂચ સિવિલ હોસ્પીટલ ની વહીવટી કચેરી નો સ્લેબ રાત્રી દરમિયાન જ તૂટીને ઓફિસમાં પડ્યો હતો.સવારે કર્મચારીઓ આવીને કચેરી ખોલતા સ્લેબ ના ટુકડા ઓફિસમાં વેરવિખેર પડેલા જોયા હતા.

download (5)

જોકે રાત્રી દરમિયાન સર્જાયેલી ઘટના હોવાથી જાનહાની તો તળી છે પરંતુ સ્લેબનું આમ તૂટવું એ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માથે દુર્ઘટના લટકતી હોય તેવો ભય નો માહોલ સર્જ્યો છે.