મોન્ડેલેઝ ઇન્ડિયા ફુડ પ્રાઇવેટ લિમિટેડે તેની નવી બિસ્કિટ બ્રાન્ડ કેડબરી બોર્નવિટા બિસ્કિટ લોન્ચ કરી છે.જે 1લી મે થી માર્કેટમાં ઉપલબ્ધ થશે.ઓરિયો બિસ્કિટ બાદ બિસ્કિટમાં કંપનીની આ બીજી બ્રાન્ડ છે. ઓરિયો બિસ્કિટ 2011માં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ બિસ્કિટ મોર્નિંગ બ્રેકફાસ્ટ સેગમેન્ટમાં ટાર્ગેટ કરશે.

આ પ્રસંગે મોન્ડેલેઝ ઇન્ડિયા કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર ચંદ્રમૌલી વેંકટેશને મીડિયા ને માહિતી આપતા જણાવ્યું હતું કે મોન્ડલેઝ ઇન્ટરનેશનલ વિશ્વમાં જાણીતી બિસ્કિટ કંપની છે અને વિશાળ ગ્રાહક વર્ગને જોતા ભારત અમારા માટે ખૂબ જ મહત્વનું છે. ભારતમાં બિસ્કિટના બિઝનેસમાં ઉજ્જવળ તકો રહેલી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમને વિશ્વાસ છે કે અમે આ કેટેગરીમાં અમારું સ્થાન મજબૂત કરીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.