ઘણી લાંબી રાહ જોયા બાદ ટોયોટા ઇનોવા ક્રિસ્ટા ભારતમાં લોન્ચ થઇ છે. ટાટા ઇનોવા ક્રિસ્ટા દિલ્હી ઓટો એકસ્પો 2016માં સૌપ્રથમવાર રજૂ કરવામાં આવી હતી.
આ કારના ફીચર્સમાં ઓટોમેટિક ક્લાઇમેન્ટ કન્ટ્રોલ, વચ્ચેની સીટ આસાનીથી ફોલ્ડ થઇ શકે છે, તેની ઇલેક્ટ્રીક ડ્રાઇવર સીટ આઠ પ્રકારે એડજસ્ટ થઇ શકે છે, એલઇડી પ્રોજેક્ટર હેન્ડલેમ્પ્સ, ડ્રાઇવર કમ્ફર્ટ માટે પાવર અને ઇકો મોડ વગેરેનો સમાવેશ થાય છે.
2016ની ટોયોટા ક્રિસ્ટા લુકમાં અગાઉ કરતા વધુ સારી છે. તેના ઇન્ટિરિયરમાં પણ અગાઉ કરતા નવો ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં નવી ડ્યુઅલ ટોન થીમ છે. ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, અવાજ સાથેની 7 ઇંચની એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ અને બ્લૂટૂથ કનેક્ટીવીટી, ડ્રાઇવર અને ફ્રંટ એરબેગ, ABS, ABD અને રિઅર પાર્કીંગ સેન્સર, એન્ટિ થેફ્ટ સિસ્ટમ વગેરેનો સમાવેશ થાય છે.
અગાઉના મોડલ કરતા ટોયોટા લિનોવા ક્રિસ્ટાનું નવું મોડેલ હળવું, મજબૂત અને સલામત હોવાનો દાવો કંપનીએ કર્યો છે.
To view this news in English Click Here

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/b72c56f4-92f7-42e7-9036-58b7c6ede67f.jpg)