જમીન માલિક અને તેઓનાં પુત્ર સામે ભૂસ્તર વિભાગે પોલીસ ફરિયાદ દર્જ કરાવી

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ની સીમ માં કેમિકલ વેસ્ટ ઠાલવવા ના કૌભાંડ બાદ રૂપિયા 1.39 કરોડ ના માટી ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે.અને જમીન માલિક અને તેઓના પુત્ર વિરૂદ્ધ ભૂસ્તર વિભાગે તાલુકા પોલીસ મથક માં ફરિયાદ દર્જ કરાવી હતી.

2

ભરૂચ જીલ્લા વહીવટી તંત્રએ આ અંગે જીપીસીબી, ખાણ અને ખનીજ વિભાગ પ્રાંત અધિકારી કચેરી, મામલતદાર, પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, ટીડીઓ, અંકલેશ્વર,પાનોલી અને ઝઘડિયાના ઉદ્યોગ મંડળોના પ્રતિનીધીઓની એક તપાસ સમિતિ બનાવાય હતી.

આ ટીમે યોજેલી બેઠકમાં એવુ નક્કી કરાયુ હતુ કે ખરોડમાં વિવિધ જમીનોમાંથી સાદી માટી બિનઅધિકૃત રીતે ખોદી અન્યત્ર ખસેડી સગેવગે કરનારા કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ.જે અન્વયે શુક્રવારે ભૂસ્તર વિભાગે કસુરવારો સામે ખરોડ ગામના ખાનગી તેમજ સરકારી વિવિધ સર્વે નંબરો 377,432,376,378.322,377,369 પૈકી તળાવ ખોદકામ અને કોતરપટ ખોદકામ મળી ને કુલ 2,11,691.69 મેટ્રીકટન સાદી માટી બિનઅધિકૃત રીતે ખોદી તેને પૂરાણ કરવા ઉપયોગ કરી સરકારને રૂ. ૧,૩૯,૭૧,૬૫૨ નું નુકશાન પહોંચાડ્યુ હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.

1

ભરૂચ જીલ્લા ના ખાણ અને ખનીજ વિભાગના જીયોલોજીસ્ટ આર.એમ.ગઢવી ધ્વારા આ અંગે રૂરલ પોલીસ મથકે જમીન માલિક અબ્દુલ રહીમ સુલેમાન કાજી તેમજ તેમના પુત્ર કાઉજાન અબ્દુલ કાજી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.