ભરૂચ શહેરનાં જીએનએફસી ટાઉનશીપનાં વિશાળ મેદાન ખાતે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા યોગ દિન નિમિતે વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા, રાજયકક્ષાનાં મંત્રી છત્રસિંહ મોરી, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, જીલ્લા કલેક્ટર સંદિપ સાંગલે, આસીસટન્ટ કલેક્ટર અમિત યાદવ, જીલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ સહિત સ્વામિ નારાયણ સંપ્રદાયનાં સંતો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહીને યોગક્રિયાઓ કરીને તાજગીનો અહેસાસ કર્યો હતો.

yog bharuch

આજનાં આ કાર્યક્રમમાં ૧૨૦૦૦ નાગરિકો જોડાયા હોવાનો અંદાજ લગાવાય રહયો છે. જયારે સમગ્ર કાર્યક્રમનું ડ્રોન કેમેરાથી પણ વિડીયો તેમજ ફોટોગ્રાફી કરવામાં આવી હતી.

ભરૂચની સંસ્કૃત પાઠશાળાનાં ૠષિ કુમારો દ્વારા આ પ્રસંગે શંખનાદ અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ ૧૦૮ જેટલા વિકલાંગ બાળકોએ પણ યોગદિનમાં ભાગ લઈને યોગદિવસને સફળ બનાવ્યો હતો.

yog ank

જયારે અંકલેશ્વર જીઆઈડીસી સ્પોર્ટસ કોમ્પલેક્ષનાં વિશાળ ગ્રાઉન્ડમાં ઉદ્યોગ મંડળ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા યોગદિન નિમિતે યોગાસનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉદ્યોગ પ્રતિનિધીઓ શાળાનાં બાળકો સહિત નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

તો બીજી તરફ નગરપાલિકા દ્વારા શહેરનાં જવાહરબાગ ખાતે યોગ દિનની ઉજવણી કરાઈ હતી. તેમજ વિવિધ શાળાઓમાં પણ યોગદિન પ્રસંગે વિદ્યર્થીઓ તેમજ શિક્ષકોએ યોગાસનનાં દાવ કર્યા હતા.