કેન્દ્ર સરકાર ના સ્માર્ટ સીટી પ્રોજેક્ટ યોજનામાં ગુજરાત ના વડોદરા શહેર નો સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર ના શહેર વિકાસ મંત્રાલય દ્વારા મંગળવાર ના રોજ સ્માર્ટ સીટી અંગેની જાહેરાત કરવામાં આવી હતી,આ જાહેરાતમાં 27 નવા શહેરોનો સ્માર્ટ સીટી માં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સંસદીય ક્ષેત્ર વારાણસી,આગરા,નાગપુર,અજમેર,અમૃતસર,ગ્વાલિયર,થાણે અને થજવુર નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ 27 શહેરોને સ્માર્ટ બનાવવા માટે 66,883 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.