ભારતના સર્જીકલ સ્ટ્રાઇકના સમાચારો બાદ પાકિસ્તાનમાં ટ્વિટર પર ‘ચક દે ઇન્ડિયા’ ટ્રેન્ડિંગમાં છે. ટ્વિટર પર આ હુમલા અંગે ઘણી ટ્વિટ અને રિટ્વિટ કરવામાં આવી રહી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/Untitled-2.png)
ચક દે ઇન્ડિયા જબરદસ્ત રીતે ટ્રેન્ડિંગ કરી રહ્યું છે અને અત્યાર સુધી હજારો ટ્વિટ થઇ ચૂકી છે. ઉરીમાં આતંકવાદી હુમલામાં 18 જવાનો શહીદ થયા બાદ દેશભરમાંથી પાકિસ્તાન વિરુદ્ધ જે કડક પગલાંની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. તે બુધવારે રાત્રે સાચી ઠરતી જોવા મળી હતી. જ્યારે ભારતે એલઓસી પર સર્જીકલ ઓપરેશન હાથ ધર્યું હતું.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/CtgiCXPUkAAfa-8.jpg)
બુધવારે મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનની સરહદની અંદર જઇને આતંકવાદી અડ્ડાને ધ્વસ્ત કરી દીધો હતો. પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે આ હુમલાની નિંદા કરી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/CtglBh0UsAE_vw5.jpg)
ઉલ્લેખનીય છે કે ભારતીય સૈન્યની સર્જીકલ સ્ટ્રાઇક વિશે જાણકારી આપતા રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં ડીજીએમઓ રણવીરસિંહે જણાવ્યું હતું કે બુધવારે મોડી રાત્રે ભારતીય સૈન્યએ સર્જીકલ સ્ટ્રાઇક કરતા હુમલો કરવા તૈયાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/1.png)
