છોટા ઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પી.સી.બરંડા દ્વારા સમગ્ર જિલ્લામાંથી દારૂના વેપારની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે એલસીબી PI રાજેન્દ્ર દેવધા તથા જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનના અમલદારોને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અંગે એલસીબી PI શ્રી રાજેન્દ્ર દેવધા તેમજ PSI શ્રી બી.ડી.શાહ ને બાતમી મળી હતી કે એક ટોયોટા કવોલિસ ગાડી નંબર GJ-06-AH-4265 વિદેશી દારૂ લઈને છોટાઉદેપુથી વડોદરા તરફ જવાની છે જેના અનુસંધાને છોટા ઉદેપુર પોલીસે વોચ ગોઠવી હતી અને એક સફેદ ક્વોલિસ ગાડી દેખાતા તેને રોકીને પૂછપરછ હાથ ધરી હતી જેમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલોનો મોટો જથ્થો મળતા પોલીસે ગાડી સાથે 2 સખ્શોની ધરપકડ કરી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/11/IMG-20161108-WA0005-1-300x225.jpg)
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 1) નિકુલસિંહ સજેન્દ્રસિંહ ચૌધરી ઉં.વ -27 રહે.વુડાના મકાન નં 13 ,કિશનવાડી,ગધેડા માર્કેટ ,વડોદરા 2) કલ્પેશભાઇ રમેશભાઇ માળી ઉં.વ.-૨૫, રહે – ઉકાજીનું વાડીયુ, ભાથીજી નગર, લક્ષ્મી નગર પાસે, વાઘોડીયા રોડ, વડોદરા આ બંને સખ્શો વિદેશી દારૂ ભરેલ ગાડી લઈને છોટા ઉદેપુરથી વડોદરા તરફ આવી રહ્યા હતા ત્યારે પોલીસે ઝડપી પાડ્યા હતા અને દારૂની બોટલો કુલ નંગ -3932 કિંમત રૂ. 2,90,400 તથા ગાડી કિંમત રૂ.4,00,000 અને એક મોબાઈલ રૂ। 1000 મળીને કુલ રૂ.6,91,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
