અકસ્માતમાં સાંસદ નો ચમત્કારિક બચાવ બાઈક ચાલકને પહોંચી સામાન્ય ઇજા
અમરેલી ના સાંસદ ની કાર વાંકીયા ગામ પાસે થી પસાર થઇ રહી હતી ત્યારે એક બાઈક ચાલકને બચાવવા જતા તેઓની કારને અકસ્માત નડયો હતો.
જાણવા મળ્યા મુજબ સાંસદ નારણ કાછડિયા,જીલ્લા ભાજપના પુર્વ પ્રમુખ ડો.કાનાબાર તેમજ અમરેલીના ઉદ્યોગપતિ હસુભાઈ સતાણી કાર માં સવાર હતા.અને વાંકીયા ગામ પાસે થી તેઓની કાર પસાર થઈ રહી હતી ત્યારે એક બાઈક સવાર ને બચાવવા જતા સાંસદ ની કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાય હતી,જે અકસ્માત માં કારમાં સવાર સાંસદ નારણ કાછડિયા સહિત ના લોકોનો આબાદ બચાવ થયો હતો.જ્યારે બાઈક ચાલાક ને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીક ના આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવા માં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
