રાજકોટના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેમાન બનવાના છે ત્યારે તેઓના કાર્યક્રમમાં ત્રણ જેટલા વિશ્વ રેકોર્ડ પણ સ્થાપિત થશે. અને તેની શરૂઆત મુકબધીર બાળકો દ્વારા સાઈન લેંગવેજ દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્ર ગાન થી થઇ છે.
રાજકોટના સ્વામિનારાયણ મંદિર ખાતે મુકબઘીર બાળકો દ્વારા સાઈન લેંગવેજમાં રાષ્ટ્ર ગાન કરવામાં આવ્યુ હતુ. અંદાજે 1500 થી પણ વધુ બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ રાજકોટ કલેકટર વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં યોજાયો હતો. તો આ સમયે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ હાજર રહી હતી.
