જંબુસર તાલુકાનાં કલક ગામ ખાતે ખેતર માંથી પસાર થતુ ટ્રેકટર અચાનક પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ, જ્યારે બે મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

કલક ગામે ટ્રેકટરમાં ટ્રેકટરનો ચાલક સહિત 7 લોકો સવાર થઈને ખેતર માંથી પસાર થઇ રહ્યા હતા. અને ટ્રેકટરમાં પાણીની પાઇપ લાઈન માટેની પાઇપો લઈ જતા હતા. તે દરમિયાન અચાનક ટ્રેકટર પલ્ટી ખાઈ ગયુ હતુ.

જેના કારણે ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી મજૂરી કામ કરતા મઢીયા પટેલીયાનાં ઓનું કરુણ મોત નિપજ્યુ હતુ, અને બે મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.