ભરૂચ નર્મદા જિલ્લાનાં સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકાની યોજનાઓ થી લોકોને માહિતગાર કરવા માટે જિલ્લામાં 200 કિલોમીટરી પદયાત્રાનો હાંસોટનાં કતપોર ખાતે થી પ્રારંભ કર્યો છે.
સાંસદ મનસુખ વસાવા હાંસોટ ખાતે થી જનજાગૃતિ પદયાત્રા થકી લોકોને કેન્દ્ર સરકારની યોજનાઓ થી માહિતગાર કરશે.
યાત્રાનાં પ્રારંભ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા સાથે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જનક શાહ, અંકલેશ્વર નગર પાલિકાનાં પ્રમુખ મીનાબેન પટેલ, કારોબારી ચેરમેન સંદિપ પટેલ, સુધીર ગુપ્તા સહિત ભાજપનાં હોદ્દેદારો અને સભ્યો પણ જોડાયા હતા.
