જંબુસરના મહાપુરા ગામે મહિલાની થયેલી હત્યા પ્રકરણમાં માતાના પ્રેમીને ફસાવવા માટે પુત્રીનું કારસ્તાન
જંબુસરના મહાપુરા ગામે રહેતી એક મહિલાના ગળે ચપ્પુ ફેરવી નિર્મમ હત્યા કરવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલાની સગી પુત્રીએ જ તેના પ્રેમી સહિત બે શખ્સોની મદદથી માતાની હત્યા કરી કારસામાં માતાના પ્રેમીને ફસાવવાનું કાવતરૂ રચ્યું હતું.
જંબુસર તાલુકામાં આવેલાં મહાપુરા ગામે રહેતી રમીલાબેન ઉર્ફે ભાવના ગોવિંદ જાદવનો ગત 5મી એપ્રીલના રોજ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં મૃતક મહિલાની પુત્રીએ પોલીસને નિવેદન આપ્યું હતું કે, તેની માતાને પિતાના મૃત્યુ બાદ કરજણ તાલુકાના મેસરાડના સરફરાજ મહેમુદ ડોસા નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો. તેણે જ તેની નજર સામે માતાની હત્યા કરી હોવાની કેફિયત રજૂ કરી હતી.
દરમિયાન પોલીસે સરફરાજની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતાં તેની હત્યાના કારસામાં કોઇ ભુમિકા ન હોવાનું જણાયું હતું. દરમિયાન પોલીસે મૃતકની પુત્રીના કોલ ડિટેઇલ સહિત પારિવારીક સમસ્યાઓની વિગતો મેળવતાં માલુમ પડ્યું હતું કે, પુત્રીને મગણાદ ગામના કિરણ રણજીત વાવડ (ઠાકોર) સાથે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો જેના પગલે તેમની સગાઇ નક્કી કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ માતા રમીલાએ કોઇ કારણસર સગાઇ તોડી નાંખી હતી. તેમ છતાં પુત્રીએ તેના પ્રેમી સાથે સંબંધ ચાલુ રહ્યાં હતાં. જે બાબતે તેના દાજી દોલતસંગને પણ જાણ હતી.
દરમિયાન પુત્રીએ તેના પ્રેમી સાથે મળી દાજી દોલતસંગ સાથે તેમના પ્રેમસંબંધ વાતચીત કરતાં તેઓએ નક્કી કર્યું હતું કે, જ્યાં સુધી રમીલા જીવતી હશે ત્યાં સુધી તેમના લગ્ન નહીં થવા દે જેના પગલે તેનું કાંસળ કાઢી નાંખવાનો કારસો રચી તમામ આરોપ તેના પ્રેમી સરફરાજ પર લગાવી દેવાનું પુર્વઆયોજિત કાવતરૂ રચી પુત્રી અને તેના પ્રેમીએ તેની માતાની નિર્મમ હત્યા કરી હોવાનું તપાસમાં બહાર
