સુરતથી ભાગેલા પિતરાઈ ભાઈબહેન ચોટીલા નજીકથી પોલીસને મળ આવ્યા

સુરતમાં પિતરાઈ બાઈબહેન વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જોકે હકીકતનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે બન્ને ઘર છોડીને ભાગી ગયા હતા. અને પોલીસે સંકાસ્પદ હાલતમાં પકડી પાડતાં બન્ને વચ્ચેના પ્રમની હકીકત તેમણે પોલીસ સમક્ષ કહી હતી. ચોટીલામાંથી મળી આવેલા પિતરાઈ ભાઈ બહેનને પરિવારજનો સુધી પહોંચાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

સુરતનાં એક પોશ વિસ્તારમાં રહેતાં પરિવારનાં સગીર વયનાં પિતરાઈ ભાઈ બહેન એકબીજાની નજીક આવતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બાદમાં તેઓ ઘરેથી રૂપિયા 3,50,000 લઈને નાસી ગયા હતા. જેઓ ચોટીલા પહોંચ્યા હતા. ચોટીલા તળેટી વિસ્તારમાં પોલીસ સ્ટાફ ચેકીંગમાં હતો. તે દરમ્યાનમાં સગીર યુવક યુવતીની શંકાસ્પદ વર્તુણકથી પોલીસે પુછપરછ કરી હતી. જેમાં પ્રેમ સંબંધનાં કારણે સુરતમાં ઘરેથી રોકડ રકમ લઈને ભાગી છૂટેલ પિતરાઇ ભાઇ બહેનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ચોટીલા પોલીસે પકડાયેલ બંનેની પૂછપરછ કરતાં પોતે સુરતના રહીશ અને ભાઈ બહેન હોવાનું જણાવ્યુ હતું. જોકે બન્નેએ વાલીનો મોબાઈલ આપવામાં ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા.

બંન્નેએ તેમના મિત્રનો નંબર પોલીસને આપતા, બંને પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ગત તારીખ 23-04-18ના રોજ રાત્રીના સમયે નાસી ગયા છે તેવું સામે આવ્યું હતું. પોલીસ ફરિયાદની હકીકત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરત તપાસ કરતા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં સગીર યુવતીના અપહરણ અંગે સગીર યુવક સામે ગુન્હો દાખલ થયો છે. યુવક સગીર યુવતીના મોટા બાપુનો દીકરો ભાઈ થાય બંને પિતરાઈ સગીર ભાઈ બહેન એકબીજાના પ્રેમમાં પડેલા હોવાનું સામે આવ્યું હતું.