વાગરા તાલુકાના ઓચ્છણ અને કેશવાણ ગામની વચ્ચે રોડની જમણી બાજુએ હાલતમાં યુવાનની લાશ પડી હોવાની માહિતી તા.૧૦મીના સાંજના સમયે વાગરા પોલીસને મળી હતી.વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇ લાશનો કબ્જો મેળવી આરોગ્ય કેન્દ્રમાં પી.એમ. કરવા ખસેડવામાં આવી હતી.

મળતી વિગત અનુસાર યુવક વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સાંકરિયા ગામનો સંજય સોમા રાઠોડ (ઉ.વ.30) હોવાનું જાણવા મળ્યુ હતુ.યુવકનું મોત વધુ પડતી ગરમીને કારણે લુ લાગવાથી થયુ હોવાનું અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.મૃતક યુવક પહાજ ગામે તેની સાસરીમાં લગ્ન પ્રસંગે આવ્યો હતો અને તે અસ્થિર મગજનો હોવાની વિગતો સપાટી પર આવી હતી.વાગરા પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.