કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ થયેલા રાજકીય સ્ટંટને પગલે દેશભરમાં તેનાં વિરોધાભાસી પડઘાં પડી રહયા છે. કર્માટરકમાં સૌથી મોટી પાર્ટી ભાજપને રાજ્યપાલ દ્વારા સરકાર બનાવવાનું આમંત્રણ મળતાં જ રાજકારણ ગરમાયું હતું. ત્યારે રાજ્યપાલે લીધેલા નિર્ણયને આગળ ધરીને હવે દેશનાં અન્ય પાંચ રાજ્યોમાં પણ હવે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી કોંગ્રેસે સરકાર ચરવાનો દાવો કર્યો છે. જે એવા રાજ્યો છે જ્યાં સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટાયેલા પક્ષો વિરોધપક્ષમાં બેઠા છે અને સરકાર ગઠબંધનથી ચાલી રહી છે.

વાત છે ગોવા, મણિપુર, મેઘાલય, બિહાર અને નાગાલેન્ડની. આ પાંચ રાજ્યો પૈકી ગોવા, મણિપુર, મેઘાલયમાં કોંગ્રેસ, બિહારમાં આરજેડીએ અને એનપીએફએ નાગાલેન્ડમાં સરકાર બનાવવાનો મોકો મળે તેવી માંગણી કરી છે. પાંચ રાજ્યોમાં વિપક્ષની સીટ સૌથી વધારે છે. છતાં ત્યાં સરકાર ભાજપ-એનડીએનાં ગઠબંધનથી ચાલે છે. શુક્રવારે ગોવામાં કોંગ્રેસના 13 ધારાસભ્યોએ રાજ્યપાલ મૃદુલા સિન્હાની મુલાકાત કરીને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જ્યારે તેજસ્વી યાદવ સાથે આરજેડીના 80 ધારાસભ્યોએ પણ બિહારના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. આરજેડીએ તો બિહારમાં આ બાબતે ધરણાં પણ શરૂ કર્યા છે.

ગોવામાં કોંગ્રેસના પ્રબારી ચેલ્લા કુમાર સાથે 13 ધારાસભ્યોએ રાજ્યપાલની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે માગણી કરી છે કે, રાજ્યમાં સૌથી મોટી પાર્ટી હોવાના કારણે કોંગ્રેસને સરકાર બનાવવાનો મોકો આપવામાં આવે. જરૂર પડશે તો તેઓ રાજભવનમાં ધરણાં પણ કરશે.

જ્યારે આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે, અમે કર્ણાટકમાં લોકતંત્રની હત્યાના વિરોધમાં શુક્રવારે ધરણાં કરીએ છીએ. બિહારના રાજ્યપાલ સાથે વાત કરીને તેમણે હાલની સરકારને રદ કરવાની માગણી કરી છે. તેમણે કર્ણાટકની જેમ બિહારમાં આરજેડી સૌથી મોટી પાર્ટી હોવાથી તેમને સરકાર બનાવવા દેવાનો દાવો કર્યો છે. તેમને રાજ્યપાલ સાથે મળવાનો સમય પણ મળી ગયો છે.

મણિપુર, મેઘાલય અને નાગાલેન્ડ: ત્રણેય રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રી શુક્રવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરવાના છે. મણિપુર-મેઘાલયમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. જ્યારે નાગાલેન્ડમાં એનપીએફને સૌથી વધારે સીટો મળી હતી.