89 વર્ષની વયે ‘સ્નેહી’એ તેમનાં નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા
અંકલેશ્વર શહેરના જાણીતા કવિ અને ‘સ્નેહી’ના હુલામણા નામથી જાણીતા મુલચંદ મોદીનું આજે વહેલી સવારે ટુંકી માંદગી બાદ નિધન થયું હતું. તેમના નિવાસસ્થાન કાનુંગા ફળીયા, સમડી ફળીયા ખાતે 89 વર્ષેની જૈફ વયે આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
કવિ સ્નેહીના હુલામણા નામથી જાણીતા મુલચંદ મોદીએ પોતાની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી હતી. અને નિવૃત્તી બાદ તેમણે લેખન કાર્યને શરૂ કર્યું હતું. તેમણે ૬ નવલકથા અને પાંચ કાવ્ય સંગ્રહ લખ્યા હતા. તેમની પાછળ બે પૂત્રો અને બે પૂત્રીઓનો પરીવાર છોડી ગયા છે. તેમની અંતિમ યાત્રામાં શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
