બાબા રામદેવને સદગુરૂએ બાઈક પર આશ્રમની સફર કરાવી

ભારતના બે જાણીતા યોગ ગુરૂઓએ એક સાથે બાઈક સવારીની મોજ માણી હતી. જેના ફોટા આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

યોગ ગુરૂ બાબા રામદેવે કોઈમ્બતુરથી ૪૦ કિલોમીટર આવેલા સદગુરૂ જગ્ગી વાસુદેવના આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સદુગુરએ બાબા રામદેવને પોતાની મનપસંદ ડુકાટી બાઈક પર પાછળ બેસાડી દીધા હતા અને જાતે ડ્રાઈવ કરીને બાઈક પર આશ્રમની સફર કરાવી હતી. બાઈક રાઈડ દરમિયાન લોકોને બંનેના ભરપૂર ફોટોગ્રાફ ખેંચવાનો લ્હાવો પણ મળ્યો હતો.