આરોગ્ય વિભાગ દ્વારા 36 કિલો જેટલી અખાદ્ય માવાવાળી પેટીસોનો કરાયેલો નાશ

રાજકોટ આરોગ્ય વિભાગે ખાદ્યચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યુ હતું. નપાની આરોગ્ય વિભાગની ટીમે અખાદ્ય કલર, તેલ અને વાસી મસાલાવાળી 36 કિલો જેટલી પેટીસના જથ્થાને નાશ કર્યો હતો. આમ અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરી રહેલા વેપારીઓમાં આરોગ્ય વિભાગના ચેકિંગને લઈને ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

પવિત્ર શ્રાવણ માસના સમય દરમિયાન રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે. આ તહેવારોમાં પૈંડા, લાડુ, મીઠાઈ વગેરે જેવી વસ્તુઓનું વેચાણ વધારે થતુ હોય છે. વેપારીઓ દ્વારા અખાદ્ય ચીજવસ્તુનો ઉપયોગ કરી વધુ નફો કમાવી લેતા હોય છે પરંતુ આરોગ્ય વિભાગની ખાસ ઝુંબેશને કારણે ખાદ્યચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. વેપારીઓ દ્વારા નજીવો નફો મકાવવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલા વેપારીઓમાં આરોગ્ય વિભાગના સખત ચેકિંગના કારણે ફફડાટ ફેલાયો છે.

ફરાળી તેમજ અખાદ્ય કલર, તેલ અને વાસી મસાલાવાળી પેટીસો વેચી રહ્યા હોવાનું માલુમ પડયું હતું. આરોગ્ય વિભાગ દ્વારા વાસી મસાલાવાળી 36 કિલો જેટલી પેટીસોનો નાશ કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા આવી રીતે અખાદ્ય કલર, તેલ અને વાસી મસાલાવાળી પેટીસોને 12 જેટલા વેપારીઓને ત્યાં ઝડપી પાડયું હતું. આરોગ્ય વિભાગે 12 જેટલા વેપારી પાસે અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.