દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના પેઇન્ટિંગ્સ બનાવવા પર પતિએ મારપીટ કરીને ઘરેથી કાઢી મૂકેલ નગમાએ રક્ષાબંધનના પર્વને અનોખી રીતે ઉજવ્યો છે. ન્યાયની રાહ જોતી નગમાએ ફરી એક વાર મોદી અને યોગીનુ પેઇન્ટિંગ બનાવીને રાખડી બાંધી છે. થોડા સમય પહેલા યુપીના સિંકદરપુરા વિસ્તારના બસારિકપુરમાં નગમાએ મોદી અને યોગીના પેઇન્ટિંગ્સ બનાવતા તેના પતિ અને સાસરીયાઓએ મારપીટ કરીને ઘરની બહાર કાઢી મૂકી હતી.
નગમાની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કરીને કાર્યવાહી કરી હતી. નગમાએ જણાવ્યું કે વડાપ્રધાનને સમગ્ર દેશમાં ત્રિપલ તલાકથી પીડિત બહેનોને ન્યાય આપવા જે બીડુ ઉઠાવ્યું છે તેનાથી અમારા જેવી બહેનોને સાંત્વના મળી છે. આશા છે કે ત્રિપલ તલાકની પીડિત બહેનોને જલ્દીથી ન્યાય મળે અને તેમની જીંદગી ખુશનૂમા બને.
આ પહેલા નગમાએ પ્રજાસત્તાક દિને પીએમ મોદીને લાલકિલ્લાથી ઝંડો ફરકાવતું ચિત્ર બનાવી અભિનંદન પાઠવ્યા હતા.
