રાજ્યની 20 વિધાનસભા બેઠકો પર થઈ રહ્યું છે મતદાન
ઝારખંડમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે રાજ્યની 20 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઈ રહ્યું છે. બહરાગોડા,ઘાટશિલા, પોટકા, જુગસલાઈ, જમશેદપુર પૂર્વ, જમશેદપુર વેસ્ટ, સરાયકેલા, ખરસાવા, ચાઈબાસા, મઝગાંવ, જગન્નાથપુર, મનોહરપુર, ચક્રધરપર, તમાડ, માંડર, તોરપા, ખુંટી, સિસઈ,સિમડેગા અને કોલેબિરા. બીજા તબક્કાના મતદાનમાં મુખ્યમંત્રી રધુબર દાસ જમશેદપુર પૂર્વ બેઠક પરથી મેદાનમાં છે.
બીજા તબક્કામાં 231 પુરૂષ અને 29 મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જેમાં ભાજપના 20, કૉંગ્રેસના 6,ઝામુમોના 14 અને ઝારખંડ વિકાસ મોર્ચાના 20 અને અન્ય પ્રમુખ પક્ષોમાં સામેલ બસપાના 14, માકપા અને ભાકપાના 3, રાંકપા 1, તૃણમૂલ કૉંગ્રેસના પાંચ અને 71 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે.
બીજા તબક્કાનું મતદાન આજે 7 ડિસેમ્બરે છે. ત્રીજા તબક્કાનું મતદાન 12 ડિસેમ્બરે, 16 ડિસેમ્બરે ચોથા તબક્કાનું મતદાન અને 20 ડિસેમ્બરે પાંચમાં અને છેલ્લા તબક્કાનું મતદાન થશે અને 23 ડિસેમ્બરે મતગણતરી થશે.
