સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ માછીવાડ નજીક માર્ગ પર ભુવો પડવાની ઘટના બની છે. ભુવાને લઈ મુખી માર્ગ પર આવેલો વીજ પોલ પણ ધરાશાઈ થઈ ઘરના

આંગણે પડતા એક વિદ્યાર્થી માંડ માંડ બચ્યો હતો. વીજ પોલ

ધરાશાઈ થવાના ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.

સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ માછીવાડ મુખ્ય માર્ગ પર ભુવો પડવાની ઘટના સામે આવી છે. મુખ્ય માર્ગ પર જ 10 ફૂટ ઉંડો અને મોટો ભુવો પડતા લોકોમાં રોષ ફેલાયો છે. ભુવાને લઈ મુખ્ય માર્ગ પર આવેલો વીજ પોલ પણ ધરાશાઈ થઈ નજીકમાં આવેલ એક ઘરના આંગણામાં પડ્યો હતો.

મહત્વની વાત કરીએ તો, ઘટના સમયે એક વિદ્યાર્થી પોલ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ વીજ

પોલ  ધરાશાઈ થયો હતો. સમગ્ર

ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા

પામી હતી, જે દ્રશ્યો આપ જોઈ

શકો છો કે, વીજ પોલ પડવાની ઘટના બને છે અને તે જ સમયે એક વિદ્યાર્થી સાયકલ લઈ ત્યાંથી પસાર થાય છે. સદનસીબે વિદ્યાર્થી બચી જાય છે. વીજ પોલ ધરાશાઈ થતાં મુખ્ય માર્ગ પર  10 ફૂટ ઉંડો અને મોટો

ભુવો પડતા લોકોમાં રોષ ફેલાયો છે. વીજ પોલ ધરાશાઈને લઇ સદનસીબે

મોટી જાનહાનિ ટળી હતી.