આવતીકાલે તા.15મી ઓગષ્ટ એટલે કે, સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં ઉજવણી થવાની છે, ત્યારે તેની પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ભારત દેશની આઝાદી પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી, અંકલેશ્વર નગર તથા ભારતીય જનતા યુવા મોરચા અંકલેશ્વર દ્વારા “અખંડ ભારત સ્મૃતિ દિવસ” નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા યુવા મોરચાના યુવા કાર્યકરો અને મહિલા આગેવાનો હાથમાં મશાલ લઇ શહેરના ત્રણ રસ્તા સર્કલથી શહેરના વિવિધ માર્ગો પર થઈ જવાહર બાગ ખાતે પહોચેલી મશાલ રેલીને સંપન્ન કરવામાં આવી હતી.