અંકલેશ્વર માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ટીઆરબી જવાનો,ટ્રાફિક પોલીસકર્મીઓ,પાલિકાના ફાયરના જવાનો અને મીડિયાકર્મીઓને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર સમાજ કલ્યાણ અને સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે ત્યારે આજરોજ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા જવાનો અને કર્મચારીઓને રેઇનકોટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ,નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ અંદાડિયાં ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવોના હસ્તે અંકલેશ્વર અને ભરૂચના ટીઆરબી જવાનો ,ટ્રાફિક પોલીસ કર્મીઓ ,108 સેવાના કર્મચારીઓ ,નગરપાલિકાના ફાયરના જવાનો અને મીડિયાકર્મીઓને રેઇન કોટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ ,મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર નીરજ ગુપ્તા ,શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,જિલ્લા ટ્રાફિક પીએસઆઇ સરવૈયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
