-
અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી
-
પી.એમ.મોદીના જન્મદિવસની ઉજવણી કરાય
-
મંગલમ પરિવાર દ્વારા ઉજવણી
-
ભૂખ્યાને ભોજન કરાવવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં મંગલમ પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મંગલમ પરિવાર દ્વારા પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ભોજન કરાવવામાં આવ્યું હતું. અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક ભૂખ્યાને ભોજન સેન્ટર ચલાવવામાં આવે છે જ્યાં શ્રમિક વર્ગ સહિત જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવે છે.
છેલ્લા આઠ વર્ષથી મંગલમ પરિવાર દ્વારા આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે મોદીજીના જન્મ દિવસ નિમિત્તે વિશેષ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરીયાતમંદ લોકોએ લાભ લીધો હતો.
