અંકલેશ્વરના ઉછાલી ગામે ચોરીની ઘટના સામે આવી છે. ગામના ગેટ સામે ખેતરમાં રાખવામાં આવેલો અંદાજે પોણા બે લાખ રૂપિયાનો કન્સ્ટ્રક્શનનો સામાન ગાયબ થયો છે.

વડોદરાના ગોત્રીમાં રહેતા કન્સ્ટ્રક્શન વ્યવસાયી મનિષભાઈ નાયકનો લોખંડની 50 પ્લેટો, 55 જેક, 20 ચેનલો, બે પાણીના ડ્રમ સહિતનો સામાન ગાયબ થયો હતો. ગત 8મી ઓક્ટોબરે મજૂરો સામાન લેવા પહોંચ્યા ત્યારે સ્થળ પર સામાન મળી આવ્યો નહોતો.આ મામલે ફરિયાદીએ પોલીસ સમક્ષ રજૂઆત કરી તપાસની માંગ કરી છે. હવે પોલીસ તપાસમાં ચોરી પાછળ કોણ જવાબદાર છે તે સ્પષ્ટ થશે.