વીર સાવરકરનો જન્મ મહારાષ્ટ્રમાં નાસિકના ભાગુરમાં 28મે, 1883ના રોજ થયો હતો.તેમનું મૂળ નામ વિનાયક દામોદર સાવરકર હતું.તેઓ એક બહાદૂર સ્વાતંત્રસેનાની અને સમાજ સુધારક હતા.તેઓ કવિ, ફિલોસોફર, નાટકોના રચયિતા અને જાણીતા રાજનૈતિક નેતા પણ હતા.

– સ્કુલના દિવસો દરમિયાન તેઓ શિવાજી ઉત્સવ અને ગણેશ ઉત્સવનું આયોજન કરતા હતા. જેની શરૂઆત તિલક દ્વારા કરવામાં આવી હતી.

– તેમણે પૂણેમાં અભિનવ ભારત સમાજની સ્થાપના કરી હતી. જ્યાં તેમણે કોલેજનો અભ્યાસ કર્યો હતો. આઝાદીની લડત લડતા વિદ્યાર્થી નેતા તરીકે તેમને હોસ્ટેલ અને એક સમયે કોલેજમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા હતા.

– જોકે, તેઓ લંડનમાં કાયદાના અભ્યાસ માટે પ્રતિષ્ઠિત શિવાજી સ્કોલરશીપ મેળવવામાં સફળ થયા હતા.

– જ્યારે તેઓ લંડનમાં હતા ત્યારે તેમણે ભારતીય વિદ્યાર્થીઓમાં જાગૃતતા ફેલાવવા ત્યાં રક્ષાબંધન અને ગુરૂ ગોવિંદસિહં જયંતિ જેવા તહેવારોનું આયોજન કર્યું હતુ. જેના પર બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

vir savarkar

– લંડનમાં 1909માં દશેરાના ઉત્સવ પર ભારતીય વિદ્યાર્થીઓને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે,”હિન્દુઓ હિન્દુસ્તાનનું હ્રદય છે. પરંતુ જેમ મેઘધનૂષની સુંદરતા તેના વિવિધ રંગોના કારણે અસાધારણ અને ઉન્નત છે. તેમ હિન્દુઓ પણ મુસ્લિમ, શીખ, પારસી અને અન્ય નાગરિકો સાથે જોડાઇને વધુ સુંદર લાગશે.” આ તેમના સૌથી શ્રેષ્ઠ વ્યક્તવ્યોમાંનું એક ગણાય છે.

– વીર સાવરકરે શુદ્ધિ ચળવળની શરૂઆત કરી હતી. જે હિન્દુઓ દબાણવશ અથવા લાચારીવશ મુસ્લિમ બન્યા હતા તેમને ફરી હિન્દુ ધર્મમાં લાવવાની આ ચળવળ હતી.

– 1 ફેબ્રુઆરી, 1966ના દિવસથી સાવરકરે ખોરાક, પાણી અને દવા લેવાનો ઇન્કાર કરી દીધો હતો. જેને તેઓ ‘આત્માર્પણ’ તરીકે ઓળખાવતા હતા. તેમના આ કૃત્યને તેમણે એક આર્ટિકલ લખીને જસ્ટીફાય કર્યું હતું. જેનું ટાઇટલ હતું,’આત્મહત્યા નહી આત્માર્પણ’. તેમાં તેમણે લખ્યું હતું કે જ્યારે વ્યક્તિના જીવનનું લક્ષ્ય પૂર્ણ થઇ જાય અને સમાજની સેવા કરવાની ક્ષમતા પૂર્ણ થઇ જાય ત્યારે મૃત્યુની રાહ જોયા વિના વ્યક્તિએ જાતે જ પાતાના જીવનનો અંત કરી દેવો જોઇએ.

– આમ, 26 ફેબ્રુઆરી, 1966ના રોજ તેમનું અવસાન થયું. 1970માં ઇન્દિરા ગાંધીની સરકારે વીર સાવરકરના માનમાં પોસ્ટ સ્ટેમ્પ જાહેર કર્યા હતા.