ભરૂચ તાલુકાના પારખેત ગામમાં શરિયત બચાવ અધિવેશન યોજાયુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/11/unnamed-6.jpg)
જેમાં મુખ્ય વકતા દારૂલ ઉલુમ તારાપુરના મૌલાના લુકમાન તારાપુરીએ પોતાના વકતવ્યમા જણાવ્યુ હતુ કે મુસ્લિમ પર્સનલ લૉમાં ફેરફાર કરવાનો અધિકાર જયારે મુસલમાનોને નથી તો સરકાર કેવી રીતે બદલી શકવાની છે ? અા દેશનું જયારે બંધારણ બનાવવામાં અાવ્યુ ત્યારે દરેક ધર્મને બંધારણે અધિકારો અાપેલા છે. મુસ્લિમ પર્સનલ લૉ એ મુસ્લિમોની ધાર્મિક અાસ્થાનો વિષય છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/11/unnamed-7.jpg)
ઇસ્લામ ધર્મએ મહિલાઓને જે અધિકારો અાપેલા છે તેની તુલના વિશ્વમાં કયાંય થઇ શકે એમ નથી. ઇસ્લામ એક શાંતિપ્રિય ધર્મ છે. અાજે સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવોનો સંદેશ અાપવામાં અાવી રહ્યો છે એ સંદેશ ઇસ્લામ ધર્મએ સદીઓ પહેલા અાપ્યો હતો. મુસ્લિમ પર્સનલ લૉ બાબતે મુસ્લિમ મહિલાઓ ખુશ છે. એમાં કોઇપણ ફેરફાર ઇચ્છતી નહોવાનું તેઓએ જણાવ્યુ હતુ.
