દેશ માંથી રૂપિયા 500 અને 1000 ની ચલણી નોટો બંધ થયા બાદ બેંકો પર આ ચલણ ને બદલવા માટે તેમજ ખાતા માં જમા કરાવવા માટે ભારે ભીડ ઉમટી રહી છે, ત્યારે લોકો ને સગવડ ભરી સેવા આપવા માટે ભરૂચ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છોટા ATM સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

છોટા ATM એટલે કે એક કારમાં એક કેશ મશીન લઈને બેંક ના કર્મચારીઓ લોકો ના ઘ્વારે પહોંચે છે અને હાલ માં જે કેશ ઉપાડવાની લિમિટ છે તે રૂપિયા 2000 રોકડ ઉપાડવાની સુવિધા શરુ કરવામાં આવી છે, જે ના કારણે બેંક પર કે ATM સેન્ટરો પર થતી ભીડ ઓછી થશે અને લોકોને ઘર આંગણે જ બેંક ની હરતીફરતી સેવાનો લાભ મળશે તેમ બેંક ના અધિકારીઓ દ્વારા જણાવવા માં આવ્યુ છે.